દ્વારકાની એક ખૂબ જ જાણીતી હોટલના માલિક હોવા છતાં, સાચા પરમર્થવૃત્તિના ગુણો દર્શાવવા ઉપરાંત તેઓ તેમની NGO દ્વારા એવા લોકોની મદદ કરી રહ્યા છે કે જેઓ દબાયેલા અને કચડાયેલા છે, જેઓ રોજિંદા ધોરણે સામાજિક બહિષ્કારનો સામનો કરે છે, ઓછી આવક ધરાવતા મજૂર વર્ગના લોકો છે, દૈનિક વેતન મેળવતા કામદારો છે, વિદ્યાર્થીઓ કે જેઓ ખૂબ જ અવરોધો હોવા છતાં અભ્યાસમાં સારો એવો અસાધારણ દેખાવ કરે છે અને જેઓ ખોરાકની અપૂર્ણતા સાથે ઝઝૂમી રહ્યા છે. રાકેશજીના NGO દ્વારા રકતદાન શિબિરોનું આયોજન કરાય છે તેઓએ કોરોના (કોવિડ-19) રોગ ફાટી નીકળ્યો ત્યારે ફ્રંટલાઈન પર કામ કર્યું હતું.
એક એવી લોકસંસ્થા કે જે દુઃખના કપરા સમયમાં પરિવારો માટે આશાના કિરણ તરીકે ઊભરી આવી છે. આ સંસ્થા હકદાર વિદ્યાર્થીઓને મદદ કરે છે કે જે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ છે પરંતુ નાણાકીય સમસ્યાઓના કારણે પાણીની બોટલ, ચોપડાઓ વગેરે જેવી સ્ટેશનરી લઈ શકતા નથી. વિદ્યાર્થીઓનો શાળા તરફનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમને શૈક્ષણિક કીટ પણ પૂરી પાડવામાં આવી જેથી તેઓના શિક્ષણના મૂળભૂત અધિકારોની રક્ષા થાય . જ્યારે લોકો ભરપેટ ભોજન લેવામાં નિષ્ફળ ગયા ત્યારે આ NGO તેમને કરિયાણાની વસ્તુઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પૂરા પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં મદદ કરી. ટૂંકમાં, આ NGO એ લોકો માટે પૂરા દિલથી કામ કરી રહી છે જેઓ જીવનના દરેક ક્ષેત્રોમાંથી આવે છે અને જેમને મદદની જરૂર છે.
જે સમયે વિશ્વ ભય અને આગાહી ન કરી શકાય તેવા અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું, ખાસ કરીને ભારતમાં જ્યારે આ મહામારીએ જીવનમાં ભારે તારાજી સર્જી હતી, લોકોને માનસિક આઘાતો સહન કરવા પડ્યા હતા અને દરેક વ્યક્તિ મૂળભૂત જરૂરીયાતો માટે લડતી હતી ત્યારે શ્રી રાકેશ રાજદેવજી આગળ આવ્યા હતા અને તેઓએ સાચા નેતૃત્વના ગુણો દર્શાવ્યા હતા. શ્રમિકોને આર્થિક સહાય આપવાની વાત હોય કે પછી રાજકોટથી પોતપોતાનાં શહેરો/ગામડાઓમાં જવા માટે મદદ કરવાની વાત હોય, રાકેશજીએ અત્યંત જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. જ્યારે લોકો ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા અને માત્ર ઘરે જઈને પરિવારને જોવા માંગતા હતા ત્યારે રાકેશજીએ ૩૪ ટ્રેનોમાં ફૂડ પેકેજ, સેનિટાઈઝર ની સામગ્રી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પહોંચાડીને માનવતાની મોટી સેવા કરી હતી. બીજી બાજુ ટેસ્ટિંગ સામાન અને પથારીઓ જરૂરિયાતમંદોને અપાઈ રહી હતી. રાકેશજી ફ્રંટલાઈન વર્કરોના યોગદાનને જાણતા હતા અને ગભરાહટભર્યા વાતાવરણમાં તમામ અવરોધો સામે યોદ્ધાની જેમ લડ્યા હતા. ટકી રહેવું એ તે સમયની માંગ હતી ત્યારે તેઓએ હોટલમાં વૈભવી રૂમ આપવાનો ઉષ્માભર્યો ઈશારો કર્યો હતો જેથી લોકો બચી જાય.
“દરેક સૂર્યોદય એ આપણને કોઇકના દિવસને ચમકાવવાનું અને ઉજ્જવળ બનાવવાનું આમંત્રણ છે.”
-રીચેલ ઇ. ગુડરીચ
જ્યારે આપણે કોઈ પણ છુપા હેતુ વિના દાન કરવાનું વિચારીએ છીએ અને ઉદારતા દાખવીને લોકોની સેવા કરવાના સ્પષ્ટ આશયથી કરીએ છીએ ત્યારે સમાજ કલ્યાણના વિચારને લાગેવળગે છે ત્યાં સુધી શ્રી રાકેશ રાજદેવજીના કાર્યોને અવગણી ન શકાય. ઉદ્યોગપતિ હોવા છતાં અને મુશ્કેલ શિડ્યુલ હોવા છતાં તેમણે ગરીબી-નાબૂદી અને માનવજાતની સુખાકારી માટેનું માધ્યમ બનીને ઘણી પહેલ કરી છે.
ચાલો તેમની સિદ્ધિઓ, સમાજ માટેના યોગદાનો અને તેમની દૂરદર્શિતા જોઈએ.
રાકેશ રાજદેવ સમાજ કલ્યાણ સંસ્થા અને થ્રી સ્ટાર હોટલ ચલાવવામાં પોતાના ગુણોનું પ્રદર્શન કરવા ઉપરાંત દુબઈ સ્થિત ૨ કંપનીઓના સ્થાપક પણ છે.
APM Intl DMCC : એક એવી કંપની કે જે ફિઝિકલ બુલિયન ટ્રેડિંગ સાથે કામ કરે છે. શ્રીમાન રાકેશે ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપીને આ ક્ષેત્રના શ્રેષ્ઠ સોના/ચાંદીના બુલિયન વેપારી અને સપ્લાયર બનવાના મહાન દ્રષ્ટિકોણથી આ વ્યવસાયની શરૂઆત કરી હતી.
APM Capital – આ કંપની ગ્રાહક દ્વારા સમજી શકાય તેવા ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેના સિદ્ધાંતો દ્વારા ફોરેન ટ્રેડિંગ કરવા માટે 24 કલાક ઓનલાઇન ટ્રેડિંગ સેવાઓ પ્રદાન કરે છે.
APM Bullion: Physical Gold and Silver Bullion Trading Company
Courtyard by Marriott: રાકેશ રાજદેવની 5-સ્ટાર હોટલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં Courtyard by Marriott, Batumi નુ ઉદ્ઘાટન કર્યું